Home About CSC Events

Events List

  • February 29, 2024


    Mission Life Programme - Navsari District


    On February 29, 2024, the District Science Centre-Navsari hosted an awareness initiative named "Mission LiFE" at Buniyadi Mishrashala Khaparwada in Navsari district. This event received support from the Gujarat Council on Science and Technology, located in Gandhinagar, and the Gujarat Energy Development Agency (GEDA). 106 students participated, engaging with resource persons who presented on topics such as reducing single-use plastic, conserving water and energy, adopting sustainable food practices, managing waste, investing wisely, and recycling. The students were educated through presentations and videos. At the program's conclusion, Mr. Vishal led the students in taking a pledge to actively contribute to environmental preservation.



    • This event has passed.

  • February 29, 2024


    Mission Life Programme - Valsad District


    On February 29, 2024, the District Science Centre-Navsari organized an awareness program titled "Mission LiFE" at Shah Devchand Laalchand Primary School in Valsad district, supported by the Gujarat Council on Science and Technology, Gandhinagar, and the Gujarat Energy Development Agency (GEDA). Approximately 100 students participated in the event, where resource persons delivered presentations and videos on various topics including single-use plastic, water conservation, energy efficiency, sustainable food practices, waste management, investments, recycling, and healthy lifestyles to educate the students on environmental preservation. At the conclusion of the program, the students pledged to contribute to environmental conservation under the guidance of Program Officer Mr. Mihir Patel.



    • This event has passed.

  • December 22 to December 30, 2023


    Celebration of National Mathematics Day 2023


    જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર,નવસારી દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી તા.૨૨/૧૨/૨૦૨૩ થી તા. ૩૦/૧૨/૨૦૨૩ દરમિયાન જિલ્લાની જુદી જુદી શાળાઓમાં કરવામાં આવી હતી. જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રનાં કો.ઓડિનેટર શ્રી મિહિરભાઈ પટેલનાં અધ્યક્ષપણા હેઠળ વાંસદા તાલુકાની જીવન ભારતી માધ્યમિક શાળા સુખાબારી, પ્રાથમિક શાળા, વાઘાબારી તેમજ ખેરગામ તાલુકાની કુમાર શાળામાં રાષ્ટ્રીય ગણિત દિનની ઊજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તજજ્ઞ દ્વારા શ્રીનિવાસન રામનુજમની ગણિત ક્ષેત્રેની સિધ્ધિઓને વર્ણવી. ત્યાર બાદ શ્રીનિવાસન રામનુજમની બાયોગ્રાફી તેમજ તેમના જીવનને રજૂ કરતું ફિલ્મ દર્શવવામાં આવી હતી. ગણિત શિક્ષક તેમજ કાર્યક્રમના તજજ્ઞ પૂર્વીબેન પટેલ દ્વારા બાળકો સાથે પઝલ, ક્વિઝ અને ગાણિતિક કોયડા રજૂ કરવામાં આવ્યા હતાં. ગુજકોસ્ટ દ્વારા IITE ગાંધીનગર થયેલ ગણિત દિનની ઉજવણીનું લાઈવ સ્ટ્રીમીંગ કરવામાં આવ્યું હતું. બપોર પછીના સેશનમાં તજજ્ઞ મેહુલભાઈ દ્વારા મેથ્સ ટૂલ કીટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. . ત્યારબાદ તજજ્ઞ અને વિધાર્થીઓ વચ્ચે ફ્યુચર વિથ મેથ્સ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિધાર્થીઓ દ્વારા તજજ્ઞને ગણિત વિષય અંગે પ્રશ્નોત્તરી કરવા આવી હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો હતો.



    • This event has passed.

  • November 30 to December 2, 2023


    31st National Children's Science Congress 2023 (Gujarat State Level)


    ભારત સરકારના વિજ્ઞાન અને પ્રોધોગિકી વિભાગના નેશનલ કાઉન્સીલ ફોર સાયન્સ એન્ડ ટેકનૉલોજી કોમ્યુનિકેશન (NCSTC) વિજ્ઞાન અને પ્રોધોગિકી વિભાગ દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય બાળવિજ્ઞાન પરિષદ(NCSC) પ્રોજેકટ કાર્યરત છે.આ પ્રવૃતિ થકી અભ્યાસકાળ દરમ્યાન વિજ્ઞાન પ્રત્યે રસ કેળવી નવીન વિચારો સાથે નવું સંશોધન કરી વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધે તેવ આશયથી આ પ્રવૃતિનું આયોજન કરવામાં આવે છે. આ પ્રોજેકટનો મુખ્ય વિષય આરોગ્ય અને સુખાકારી માટે ઇકોસિસ્ટમની સમજણ અને તેના પાંચ પેટા વિષયો પરબાળ વૈજ્ઞાનિકો સંશોધન પ્રોજેકટ તૈયાર કરી પ્રસ્તુત કરે છે.ચાલુ વર્ષે પણ ગુજરાતના સ્ટેટ કો-ઓર્ડિનેટર ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનૉલોજી(ગુજકોસ્ટ), વિજ્ઞાન અને પ્રોધોગિકી વિભાગ, ગુજરાત સરકાર ગાંધીનગરના સહયોગથી દરેક જિલ્લામાં આ પ્રોજેકટ પસંદગી સ્પર્ધાનું આયોજન જિલ્લા સ્તરે કરવામાં આવ્યું હતું. નવસારી તેમજ વલસાડ જિલ્લામાં આ પ્રોજેક્ટના સંચાલનની જવાબદારી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર નવસારીને સોપવામાં આવી હતી.જે અંતર્ગત વલસાડ જિલ્લા કક્ષાની સ્પર્ધા ૨૯ સપ્ટેમ્બરના રોજ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર તેમજ નવસારી જિલ્લાની નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ૧૬ ઓક્ટોબરના રોજ યોજાઇ હતી. જુદીજુદી શાળાના જુનિયર અને સિનિયર બે જૂથોએ સંશોધન પ્રોજેકટ તૈયાર કરી જિલ્લા સ્તરે પ્રસ્તુત કર્યા જેમાથી વલસાડના ૧૦ અને નવસારીના ૧૦ પ્રોજેકટ રાજ્ય કક્ષા માટે પસંદ કરવામાં આવ્યા હતા.ગુજકોસ્ટ દ્વ્રારા તા. ૩૦ નવેમ્બર થી ૨ ડિસેમ્બર દરમ્યાન રાજ્ય કક્ષાની પ્રોજેકટ પસંદગી સ્પર્ધાનું આયોજન ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૩૩ જિલ્લાના કુલ ૩૩૦ પ્રોજેકટો રજૂ થયા હતા.જે અંતર્ગત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના માર્ગદર્શન હેઠળ નવસારી તેમજ વલસાડ જિલ્લાના બાળ વૈજ્ઞાનિકોએ પણ પોતાના સંશોધનોનું પ્રસ્તુતિકરણ કર્યુ હતું. રાજ્ય સ્તરે કુલ ૨૬ પ્રોજેકટ પસંદગી પામ્યા જેમાં નવસારી જિલ્લાની રંગપુર પ્રાથમિક શાળાના નક્ષ કલસરિયા અને સર જે.જે. હાઇસ્કૂલની પ્રિયલ શાહ અને વલસાડ જિલ્લાની વલ્લભ આશ્રમ સ્કૂલનો ત્વરિત કાપડિયાના સંશોધન પ્રોજેકટ રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી પામેલ છે. જેઓ હવે ગુજરાત રાજ્યની ટીમ માંથી રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. જે બદલ લોક વિજ્ઞાન કેન્દ્રના ચીફ કો-ઓર્ડિનેટર શ્રી મિહીરભાઈ પટેલ અને સાયન્સ કોમ્યુનિકેટર દિવ્યકાંત ચૌધરી શુભેચ્છા પાઠવે છે.



    • This event has passed.

  • October 16, 2023


    31st National Children's Science Congress 2023 ( Navsari District Level )


    ભારત સરકારના નેશનલ કાઉન્સીલ ફોર સાયન્સ એન્ડ ટેકનૉલોજી કોમ્યુનિકેશન (NCSTC) વિજ્ઞાન અને પ્રોધોગિકી વિભાગ દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય બાળવિજ્ઞાન પરિષદ(NCSC) પ્રોજેકટ કાર્યરત છે.આ પ્રવૃતિ થકી૧૦ થી ૧૭ વર્ષની વય જૂથના બાળકો સંશોધન ક્ષેત્રે આગળ વધી પોતાના વિસ્તારની ઉદ્ભવતી સમસ્યાનો ઉકેલ મેળવી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સ્વતંત્રપણે વિચારતા થાય તે આશયથી આ પ્રવૃતિનું આયોજન ભારતમાં વિવિધ સ્તરે યોજાઇ છે. ગુજરાત રાજયમાં આ પ્રોજેકટના રાજ્ય સંયોજક ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનૉલોજી(ગુજકોસ્ટ)ગાંધીનગરના માર્ગદર્શન સહયોગથી છેલ્લા ૯ વર્ષથી દરેક જિલ્લામાં આ પ્રવૃતિનું આયોજન કરવામાં આવે છે.ચાલુ વર્ષે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વ્રારા જિલ્લા સ્તરીય પ્રોજેકટ પસંદગી સ્પર્ધા નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાઇ હતી.જે અંતર્ગત જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ રસ દાખવી આ પ્રોજેકટ કાર્યમાં જોડાયા હતા.પ્રોજેકટનો મુખ્ય વિષય આરોગ્ય અને સુખાકારી માટે ઇકોસિસ્ટમની સમજણ અને તેના પાંચ પેટા વિષયો પર જુદીજુદી શાળાના જુનિયર અને સિનિયર બે જૂથોએ સંશોધન પ્રોજેકટ તૈયાર કરી જિલ્લા સ્તરે પ્રસ્તુત કર્યા હતા.આ કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા અસ્પી એગ્રીબિઝનેસ મેનેજમેંટ ઈન્સ્ટિટ્યૂટ નવસારીના ડૉ.રૂચિત્રા શુક્લાની વિશેષ ઉપસ્થિતિ યોજાયો.તેમજ ગુજકોસ્ટ ગાંધીનગર તરફથી કાર્યક્રમના નિરીક્ષક તરીકે પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરાના કો-ઓર્ડિનેટર શ્રીદિનેશભાઇ ગાંધી હાજર રહ્યા. પ્રોજેકટ પસંદગી સ્પર્ધાના નિર્ણાયક તરીકે હોર્ટીકલ્ચર પોલિટેકનિક(NAU) નવસારીના પ્રિન્સિપાલ ડો.કેતન દેસાઇ,એન.એમ. કોલેજ ઓફ એગ્રીકલ્ચરના પ્રોફેસર ડૉ.ગોપાલ ચોપડા,ડો.એમ.પી.આહીર તેમજ પ્રોફેસર આર.ટી.ખત્રી સેવા આપી હતી.તમામ બાળ વૈજ્ઞાનિકોના સંશોધનોનું પ્રસ્તુતિકરણ પૂર્ણ થયા બાદ નિર્ણયકો દ્વ્રારા બેસ્ટ દસ પ્રોજેકટની પસંદગી કરવામાં આવી હતી.જેઓ આગામી સમયમાં રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. જિલ્લા કક્ષાએ પસંદગી પામેલ તેમજ ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતમાં જિલ્લા કો-ઓર્ડિનટરશ્રી મિહિરભાઈએ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકો તેમજ નિર્ણયકોનો આભાર વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમનું સંચાલન સાયન્સ કોમ્યુનિકેટર દિવ્યકાંતભાઈ અને આકાશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.



    • This event has passed.

  • September 29, 2023


    31st National Children's Science Congress 2023 (Valsad District Level)


    નેશનલ કાઉન્સીલ ફોર સાયન્સ એન્ડ ટેકનૉલોજી કોમ્યુનિકેશન (NCSTC) વિજ્ઞાન અને પ્રોધોગિકી વિભાગ, ભારત સરકાર દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય બાળવિજ્ઞાન પરિષદ(NCSC) પ્રોજેકટ કાર્યરત છે અને ગુજરાત રાજયમાં છેલ્લા ૯ વર્ષથી ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનૉલોજી(ગુજકોસ્ટ)ગાંધીનગરના માર્ગદર્શન અને સહયોગથી દરેક જિલ્લામાં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ પ્રવૃતિનું આયોજન કરવામાં આવે છે. આ પ્રોજેકટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નાનપણથી જ વિજ્ઞાન પ્રત્યે અભિગમ કેળવાય અને સંશોધન ક્ષેત્રે અનુભવ મેળવી આગળ વધે ચાલુ વર્ષે ગુજકોસ્ટ દ્વારા વલસાડ જિલ્લામાં આ પ્રોજેકટના સંચાલનની જવાબદારી જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર નવસારીને સોંપવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ રસ દાખવી આ પ્રોજેકટમાં નોંધણી કરાવી હતી. મુખ્ય વિષય આરોગ્ય અને સુખાકારી માટે ઇકોસિસ્ટમની સમજણ અને તેના પાંચ પેટા વિષયો પર જુનિયર અને સિનિયર બે જૂથોએ સંશોધન પ્રોજેકટ તૈયાર કર્યા હતા. જેની જિલ્લા કક્ષાની પ્રસ્તુતિકરણ સ્પર્ધા તા.૨૯મી સપ્ટેમ્બર શુક્રવારના રોજ ખાતે યોજાઈ. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડૉ.ભદ્રેશ સુદાણી,વિજય જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધરમપુર ખાતે વિસવાલિયા, ગાયત્રીબેન, દર્શનાબેન દેસાઈ ફરજ બજાવી હતી. તમામ સ્પર્ધકોના સંશોધનોની રજૂઆત પૂર્ણ થયા બાદ નિર્ણાયકો દ્વારા બેસ્ટ દસ પ્રોજેકટની પસંદગી કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા ધ લેડી વિલ્સન મ્યુઝિયમ ધરમપુરના કયુરેટર ડો.ઇન્દ્રા વત્સના હસ્તે જિલ્લા કક્ષાએ પસંદગી પામેલ તેમજ ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર નવસારીના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર મિહિરભાઈએ તમામ સ્પર્ધકો નિર્ણાયકો તેમજ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના ઓફિસર પ્રજ્ઞેશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.



    • This event has passed.

  • September 26, 2023


    National Science Drama Festival - 2023 (Navsari District)


    ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય હેઠળના નેશનલ કાઉન્સીલ ઓફ સાયન્સ મ્યુઝયમ કલકત્તા અને નેહરૂ સાયન્સ સેન્ટર મુંબઈ દ્વારા પ્રાયોજિત નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોધોગિકી વિભાગના ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી (ગુજકોસ્ટ) ગાંધીનગરના સહયોગથી દરેક જિલ્લામાં આ સ્પર્ધા દર વર્ષે યોજાઈ છે. ચાલુ વર્ષે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા આ સ્પર્ધાનું આયોજન એસ.ટી. જોસેફ હાઈસ્કૂલ બીલીમોરા ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકેમાં જિલ્લા શિક્ષણાધિકારી ડો.રાજેશ્રીબેન ટંડેલ અને લાલભાઇ ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નિર્ણાયક તરીકે ઉમેશભાઈ મહેતાઅને જીતેન્દ્રભાઈ ભટ્ટે સેવા આપી હતી. સ્પર્ધાનો મુખ્ય વિષય માનવજાતના લાભ માટે વિજ્ઞાન અને ટેક્નોલૉજી અને તેના પાંચ પેટા વિષયો પર જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાની કુલ ૧૨ જેટલી ટીમે નાટક રજૂ કર્યા હતા. જેમાં પ્રથમ ક્રમાંકે એ.બી.સ્કૂલ ચીખલી, દ્વીતીય શ્રી શ્રીજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ,વલોટી અને તૃતીય ક્રમાંકે વિદ્યાકુંજ સ્કૂલ નવસારી વિજેતા જાહેર થઈ હતી. વિજેતા અને ભાગ લેનાર તમામ ટીમને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અંતમાં પ્રોગ્રામ ઓફિસર શ્રી મિહિરભાઈ એ કાર્યક્રમને સફળ બનાવવામાટે શાળાના આચાર્ય તેમજ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.



    • This event has passed.

  • June 05, 2023


    Mission Life Program


    The District Community Science Centre-Navsari held an environmental awareness program named "Mission LiFE" on June 5, 2023. Supported by BEE, GEDA, and GUJCOST, the event saw the enthusiastic participation of 50 students from Dungri Station Primary School (grades 6-8). The students pledged to incorporate minor lifestyle changes to safeguard the environment.



    • This event has passed.

  • June 02, 2023


    Mission Life Program


    On June 2, 2023 District Community Science Centre-Navsari organized an awareness program called "Mission LiFE." The event was supported by BEE, GEDA, and GUJCOST. Around 40 students from Rangpur Primary School, ranging from grades 5 to 8, actively participated in the program. During the event, these enthusiastic students pledged to make small changes in their daily lives to protect the environment.



    • This event has passed.

  • January 28-29, 2023


    ગુજરાત સાયન્સ સિટી અમદાવાદની મુલાકાત


    કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય તા.વાંસદા અને ગણદેવી દ્વારા તારીખ ૨૮ અને ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ ગુજરાત સાયન્સ સિટી અમદાવાદની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં ૩૦th NCSC અંતગર્ત વિવિધ વૈજ્ઞાનિક એક્સિબીશન સ્ટોલ્સ જેવા કે BARC, ISRO, SAC-ISRO તેમજ ઇનોવેટિવ સ્ટાર્ટ અપ્સ સ્ટોલ્સની તેમજ સાયન્સ સિટીની વિવિધ ગેલેરીની મુલાકત લીધી હતી.



    • This event has passed.

  • November 10-11, 2022


    રાજ્ય કક્ષાની રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક સ્પર્ધા


    ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી આયોજિત રાજ્ય કક્ષાની રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક સ્પર્ધા રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગરમાં 10 અને 11 નવેમ્બરના રોજ યોજવામાં આવી હતી. જેમાં નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ વાંસદા તાલુકાના રંગપુર પ્રાથમિક શાળાના બાળકોએ ભાગ લીધો હતો. રંગપુર પ્રા.શાળામાં બાળકોએ ‘પૃથ્વીની બગડતી હાલતઅને થઈ રહેલ વિનાશ' આધારિત થીમ પર પોતાનું નાટક રજૂ કર્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થી જેનીલ પટેલે સૂર્યનું પાત્ર, રિયા પટેલે પૃથ્વીનું પાત્ર, તિયા થોરાતે શનિનું પાત્ર, સ્મિથ માહલાએ મંગળનું પાત્ર, અંજલી પટેલે ગુરુનું પાત્ર અને ખુશી ગાંવિત, મિત પટેલ અને ધ્રુવી માહલાએ ગ્રીન વોરિયર્સનું પાત્ર ભજવ્યું હતું. આનાટકની સ્ક્રિપ્ટ દર્શનાબેન દેસાઈ દ્વારા લખવામાં આવી હતી. જ્યારે નાટકનું દિગ્દર્શન કેતન સોલંકી અને બંટીભાઈ કંસારા દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાએ રંગપુર પ્રા.શાળાના બાળકોએ રજૂ કરેલું નાટકની સ્ક્રિપ્ટને બેસ્ટ સ્ક્રિપ્ટ તરીકે પસંદગી પામી હતી.



    • This event has passed.

  • September 30, 2022


    જિલ્લા કક્ષાની વિજ્ઞાન નાટ્ય સ્પર્ધાનું આયોજન


    જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા 30-9-22 ના રોજ આર.ડી. પટેલ વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની વિજ્ઞાન નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાલુ વર્ષની મુખ્ય થીમ માનવજાતના લાભ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી અને તેની પેટા થીમ ઉપર જિલ્લાની જુદી જુદી શાળાઓએ નાટક રજૂ કર્યા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે સુમિતભાઇ રાણા અને બંટીભાઇ કંસારા ઉપસ્થિત રહ્યા હતા. તમામ સ્પર્ધકોનું નાટક પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમે રંગપુર પ્રાથમિક શાળા, દ્રીતીય ક્રમે સિશોદ્રા કુમાર શાળા, તૃતીય ક્રમે સિસોદ્રા કન્યા શાળાની ટીમ વિજેતા જાહેર થઇ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કો-ઓર્ડિનેટર મિહિરભાઈ પટેલ અને તેની ટીમ દ્વારા ટીમ કરવામાં આવ્યું.



    • This event has passed.

  • September 27, 2022


    જિલ્લા કક્ષાની નેશનલ સાયન્સ સેમિનાર સ્પર્ધાનું આયોજન


    ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોધોગિકી વિભાગના ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એંડ ટેક્નોલોજી ગાંધીનગર પુરુસ્કૃત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા તા. 27/09/22ના રોજ વિદ્યાકુંજ હાઈસ્કૂલ નવસારી ખાતે જિલ્લા કક્ષાની નેશનલ સાયન્સ સેમિનાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિધાર્થીઓએ ભાગ લીધો હતો. ચાલુ વર્ષે સેમિનારની થીમ ટકાઉ વિકાસ માટે મૂળભૂત વિજ્ઞાન: પડકારો અને સંભાવનાઓ પર વિધાર્થીઓએ પી.પી.ટી. તેમજ પોસ્ટર દ્વારા વક્તવ્ય આપ્યું હતું. સ્પર્ધાના નિર્ણાયક તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટીના આસિ. પ્રોફેસર ડૉ. રિઝવાન ધાસૂરા તેમજ નારણલાલા કોલેજના નિખિલ જોષી ઉપસ્થિત રહ્યા હતાં. તમામ સ્પર્ધક પ્રેઝેન્ટેશન પૂર્ણ થયા બાદ નિર્ણાયક દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમે વિદ્યાકુંજ હાઈસ્કૂલની મેમણ ઉમેરોમન, દ્વિતીય ક્રમે શેઠ પી.એચ. વિદ્યાલયનો પટેલ યશ અને તૃતીય ક્રમે એ.બી.સ્કૂલ ચીખલીની પટેલ વિશ્વાનો પસંદગી પામ્યાં હતાં. વિજેતા વિધાર્થી અને ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. તેમજ આ સ્પર્ધાના પ્રથમ અને દ્વિતીય ક્રમના વિજેતાઓ આગામી સમયમાં રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે એવું વિજ્ઞાન કેન્દ્રના ચીફ કો-ઓર્ડિનેટર મિહીરભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું.



    • This event has passed.

  • September 22, 2022


    BURD PROGRAMME 2022-2023


    District Science Centre Navsari was organized a Drawing competition at R.D. Patel Sarv. Vidyalay under 'PANCHAMRUT" programs youth outreach fortnight program of GEDA , Climate change Department, Govt of Gujarat. The entire program was managed by Co-ordinator Mihir Patel.



    • This event has passed.

  • September 16, 2022


    World Ozone Day celebrate


    World Ozone Day celebrated by CSC Navsari In B. B. Desai Highschool Degam, Navsari. In which a lecture was given by the School Principal Mr. Rakeshkumar Dhiver followed by a film show and a quiz competition. The entire program was managed by Co-ordinator Mihir Patel.



    • This event has passed.

  • September 06, 2022


    રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદનું આયોજન


    જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદનું આયોજન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા વિદ્યાકુંજ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.જિલ્લાની જુદીજુદી પ્રાથમિક અને માધ્યમિક શાળાએ ભાગ લીધો હતો.ચાલુ વર્ષનો મુખ્ય વિષય “આરોગ્ય અને સુખાકારી માટે ઈકો સિસ્ટમની સમજણ " અને તેના પાંચ પેટા વિષયો પર લઘુ સંશોધન કરી પ્રોજેકટ તૈયાર કરી બાળ વૈજ્ઞાનિકોએ જિલ્લા સ્તરે પ્રસ્તુતિકરણ કર્યું હતું.તેમજ આ કાર્યક્રમમાં નિર્ણયાક તરીકે ડો. કેતન દેસાઇ, જ્યોતિબેન જોશી અને મનોજભાઈ બકરુ ફરજ બજાવી હતી. આ તમામ પ્રોજેકટોનું નિર્ણાયકોએ મૂલ્યાંકન કરી બેસ્ટ દસ પ્રોજેકટની પસંદગી કરવામાં આવી હતી.



    • This event has passed.

  • August 30, 2022


    સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન


    જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન હેઠળ નવસારીના ઐતિહાસિક બીચ દાંડી ખાતે સફાઇ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિનયમંદીર શાળાનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો જોડાયા હતા. તેમજ કાર્યક્રમમાં દાંડી બીચનું ઐતિહાસિક મહત્વ, સ્વચ્છતા સફાઈ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.



    • This event has passed.

  • August 13, 2022


    સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન


    જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન હેઠળ આજરોજ નવસારીના ઐતિહાસિક બીચ દાંડી ખાતે સફાઇ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રંગપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ,શિક્ષકો અને પ્રવાસીઓ જોડાયા હતા. તેમજ લોકોમાં સફાઈ જાગૃતિ માટે વિદ્યાર્થીઓ દ્વારા દાંડી મેમોરીયલ ખાતે નાટક રજુ કરવામાં આવ્યું હતું.



    • This event has passed.

  • August 12, 2022


    103rd Birth Anniversary Celebration of Dr. Vikram A. Sarabhai


    જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા શ્રીમદ રાજચંદ્ર વિદ્યાલય ખાતે ડો. વિક્રમ સારાભાઈની 103મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમ સૌપ્રથમ વ્યાખ્યાન આપવામાં આવ્યું ત્યારબાદ ગુજકોસ્ટ દ્વારા નિર્માળ પામેલી ફિલ્મ "The Pioneer" ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વિજ્ઞાનને લાગતી ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન CSC નવસારીના ચીફ કો-ઓર્ડિનેટર મિહિર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.



    • This event has passed.

  • August 12, 2022


    30th NCSC Teacher's Orientation Programme


    જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા બીઆરસી ભવન વાંસદા ખાતે 30 NSCS અંતર્ગત શિક્ષકો ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાંસદા તાલુકાના શિક્ષકો જોડાયા હતા. શ્રીમતી દર્શનાબેન તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષકોએ તેમનું માર્ગદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન CSC નવસારીના ચીફ કો ઓર્ડિનેટર મિહિર પટેલે કર્યું હતું



    • This event has passed.

  • July 05, 2022


    વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી


    જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર – નવસારી દ્વારા તા. 05/06/2022ના રોજ વણગામ પ્રાથમિક શાળા ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિનની થીમ #OnlyOneEarth અંતર્ગત પોપ્યુલર લેકચર, ફિલ્મ શો, વૃક્ષારોપણ તેમજ ચિત્રસ્પર્ધા જેવી પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કો- ઓર્ડિનેટર મિહિરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.



    • This event has passed.

  • May 17, 2022


    વાંસદા ખાતે એક દિવસીય સમર કેમ્પનું આયોજન


    જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર- નવસારી દ્વારા રંગપુર પ્રાથમિક શાળા , વાંસદા ખાતે એક દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઓરીગામી વર્કશોપ, રોબોટિક્સ વર્કશોપ, ક્રિએટિવ લર્નિંગ પ્રોગ્રામ, આકાશદર્શન કાર્યક્રમ જેવા કાર્યક્રમોનું આયોજન થયું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા કો-ઓર્ડીનેટર મિહિ૨ પટેલ તેમજ શાળાના આચાર્ય નીતિનભાઈ પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું.



    • This event has passed.

  • April 15, 2022


    IIT ગાંધીનગર ખાતે વર્કશોપનું આયોજન


    ગુજકોસ્ટ દ્વારા તારીખ 11- 15 એપ્રિલ 2022 દરમિયાન IIT ગાંધીનગર ખાતે જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના કો- ઓર્ડિનેટર/ સાયન્સ કોમ્યુનિકેટર માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સ્ટેમ ટોયસ મેકિંગ , મેથ વિથ A4 પેપર , એસ્ટ્રોનોમી, કેમેસ્ટ્રી ઓફ કેંડેલ્સ, સ્ટોરી ટેલિંગ વિથ ન્યુઝપેપર જેવી પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી



    • This event has passed.

  • March 23, 2022


    રોબોટિક્સ વર્કશોપ કાર્યક્રમ


    જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર-નવસારી દ્વારા મોટી ચોવીસી પ્રાથમિક શાળા ખાતે રોબોટિક્સ વર્કશોપ કાર્યક્રમનું આયોજન થયું હતું. વિજ્ઞાન અને ટેક્નોલૉજીના વિકાસ તેમજ ભવિષ્યમાં કારકિર્દીની તકો ધ્યાનમાં લઈ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રોબોટિક્સ વર્કશોપમાં વિધાર્થીઓ સાથે રોબોટ વિશે ચર્ચા કરવામાં આવી. તેમજ રોબોટનું પ્રદર્શન તેમજ કરવામાં આવ્યું હતું. તેમજ વિધાર્થીઓ પાસે રોબોટનું એસેમ્બલ તેમજ ઓપરેટ કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળા દ્વારા વિધાર્થીઓમાં તાર્કિક અને વિશ્લેષણાત્મક વિચારસરણીનો વિકાસ કરી શકાય છે



    • This event has passed.

  • March 8, 2022


    આંતરરાષ્ટ્રીય મહિલા દિન


    દર વર્ષે ૮મી માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર- નવસારી દ્વારા સંસ્કાર વિદ્યામંદિર ખેરગામ ખાતે મહિલા દિન ઉજવણી કરવામાં આવી હતી.. આ કાર્યક્રમમાં કલ્પના ચાવલા , સુનિતા વિલિયમ્સ, પી. વી. સિંધુ, ઈન્દ્રા નૂયી જેવી મહિલાઓની સિદ્ધિ વિષે વાતો કરવામાં આવી. તેમજ મહિલા દિન અંતર્ગત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.



    • This event has passed.

  • February 24 to 28, 2022


    National Science Day


    National Science Day is celebrated in India on 28 February each year to mark the discovery of the Raman effect by Indian physicist Sir C. V. Raman on 28 February 1928. For his discovery, Sir C.V. Raman was awarded the Nobel Prize in Physics in 1930. To commemorate this achievement, The celebration of National Science Day was organized by District Community Science Center Navsari at Kaliyari Primary School, Goyendi Primary School, Shri Sarvajanik High School Vav and Rangpur Primary School. In which programs like poster exhibition, model demonstration, Hands on workshop, popular lecture, quiz competition, essay competition as well as Garm sabha were organized. The main objectives of organising activities are promoting interest in Science and Technology among younger generation. Encouraging scientific and technological creativity among students and inculcating a sense of pride in their talent.



    • This event has passed.

  • January 10, 2022


    Women in Science program


    The Women in Science program was organized by the District Community Science Center at Adada Primary School. The program discussed the contribution of women in science. The event featured information on the scientific achievements of women scientists like Marie Curie, Asima Chatterjee, Rosalind Franklin, Astronaut Kalpana Chawla, Astronaut Sunita Williams. The event also featured a biography film show of Kalpana Chawla.



    • This event has passed.

  • December 22, 2021


    ગણિત દિવસની ઉજવણી


    જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા ગણિત દિવસની ઉજવણી વાંસદા તાલુકાની કન્યા પ્રાથમિક શાળામાં અને વાડા પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી. ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતી - નિમિત્તે દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે. બાળકો ગણિત દિવસનું મહત્ત્વ સમજી, ગણિતની મુશ્કેલ બાબતોને પ્રવૃત્તિઓ દ્વારા તેમજ ગેમ, મોડેલો, પઝલો દ્વારા સરળતાથી સમજી શકે એવા એન્ડ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.તજજ્ઞ દ્વારા પઝલ, ગણિત સ્ક્લ્પચર, માપન તથા ગણન વગેરે પ્રવૃત્તિઓ યોજાઈ હતી તેમજ ગાણિતિક રમતો, પોસ્ટર પ્રદર્શન, વક્તવ્ય અને ફિલ્મ શોનું આયોજન કરાયું હતું.



    • This event has passed.

  • December 01, 2021


    વિશ્વ એઇડ્સ દિવસ


    જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર –નવસારી દ્વારા ડી.એસ. એંડ બી.બી. સરકારી શાળા, અબ્રામા ખાતે વિશ્વ એઇડ્સ દિવસ અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના વિષય અંગેના PPT તેમજ વિડીયો શ્રેણી રજૂ કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં વિધાર્થીઓને HIV/AIDS વિશે જાગૃતિ લાવવા તેમજ HIV/AIDS નિવારણ, સારવાર અને સંભાળના વિષયો પ્રત્યે ચર્ચાઓ કરવામાં આવી.



    • This event has passed.

  • December 06, 2021


    આકાશદર્શન કાર્યક્રમ


    જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર- નવસારી દ્વારા દેવધા ગામ ખાતે આકાશદર્શન કાર્યક્રમનું આયોજન થયું. આ કાર્યક્રમમાં ગામના સ્થાનિક લોકો જોડાયા હતાં. કાર્યક્રમમાં સૂર્ય, તારાઓ , ગ્રહો વિષે ચર્ચા કરવામાં આવી. લોકોએ ટેલિસ્કોપ વડે આકાશદર્શનનો અનોખો અનુભવ મેળવ્યો હતો.



    • This event has passed.

  • November 29, 2021


    રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદનું આયોજન


    જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદનું આયોજન બી.પી.બારિયા ઇન્સ્ટીટ્યુટ સ્થિત ડિસ્ટ્રિક્ટ કૉમ્યુનિટી સાયન્સ સેન્ટર નવસારી દ્વારા કરવામાં આવ્યું હતું.જિલ્લાની જુદીજુદી પ્રાથમિક અને માધ્યમિક શાળાએ ભાગ લીધો હતો.ચાલુ વર્ષનો મુખ્ય વિષય “નિરંતર ટકાઉ જીવન નિર્વાહ માટે વિજ્ઞાન" અને તેના પાંચ પેટા વિષયો પર લઘુ સંશોધન કરી પ્રોજેકટ તૈયાર કરી બાળ વૈજ્ઞાનિકોએ જિલ્લા સ્તરે પ્રસ્તુતિકરણ કર્યું હતું.આ તમામ પ્રોજેકટોનું નિર્ણાયકોએ મૂલ્યાંકન કરી બેસ્ટ દસ પ્રોજેકટની પસંદગી કરવામાં આવી હતી.



    • This event has passed.

  • October 23, 2021


    Amrut mahotsav par yuva sankalp- Shrestha Bharat ke panch prakalp


    Under the auspices of "Amrut mahotsav par yuva sankalp- Shrestha Bharat ke panch prakalp" B P Baria Science Institute Navsari had organised a quiz competition for SY and TY B Sc Students on the subject of" Indian Constitution and the other on awareness and importance of sports in daily life. " The competition was held on 23rd October at 2.00pm in Seminar hall of Microbiology department. The quiz was conducted by the Microbiology faculty Jalpa Padhiyar and Mihirbhai Patel chief Science coordinator GUJCOST.



    • This event has passed.

  • July 22, 2021


    Do it yourself Kit teachers training program


    Do it yourself Kit teachers training program was organized on 22nd July at District Science Center Navsari managed by BP Baria Science Institute in which teachers from Navsari, Valsad Dang, Tapi district participated.



    • This event has passed.

  • November 5, 2020


    Establishment of Community Science Centre at Navsari


    The only district-level Community Science Centre under Gujarat Council of Science and Technology (GUJCOST), Department of Science and Technology, Government of Gujarat, was inaugurated at B. P. Baria Science Institute, Navsari, on 5th November 2020. All members of the Garda College Trust, Principals and teachers of various schools, and the entire staff of B.P. Baria Science Institute were present on the occasion. Principal Dr.(Smt.) Farida P. Minocheherhomji delivered the inaugural address and welcomed all guests. The programme was started with the lighting of lamp by various dignitaries present. The Centre was declared open with the cutting of ribbon by the chairman of the trust Shri Dara Deboo. Dr. Narottam Sahu, Advisor and Member Secretary, GUJCOST, wished the event all success virtually from Gandhinagar.


    The main purpose of the Centre is to popularize various aspects of science and technology among common people, particularly the students of various institutions in the surrounding region.


    The programme was successfully conducted by Dr. (Smt.) Kirtidaben K. Vaidya and Dr. Alkesh Shah, Head of the Zoology Department, and Chairman, Community Science Centre extended the vote of thanks to all those present.


    • This event has passed.